રાજર્ષિ કુમારપાલ - 41 - (છેલ્લો ભાગ)

  • 1.7k
  • 2
  • 626

૪૧ વિદાયવેળાએ પણ કાલમહોદધિ કોઈને માટે થોભતો નથી. વિદાયની વેળા પાસે ને પાસે આવી રહી હતી. પહેલાં ગુરુ અસ્વસ્થ થયા. કેટલાકના જન્મ ભવ્ય હોય છે. કેટલાકના જીવન ભવ્ય હોય છે. કેટલાકનાં મૃત્યુ ભવ્ય હોય છે. જન્મ, જીવન, અને મૃત્યુ ત્રણે ભવ્ય કોઈ વિરલનાં જ હોય છે.  હેમચંદ્રાચાર્યની જન્મરેખાએ ગુરુ દેવચન્દ્રાચાર્ય જેવા ત્રિકાલજ્ઞને પણ ડોલાવી દીધા હતા. એ નાનકડો ચાંગદેવ જુવાન સોમચંદ્ર બન્યો અને વિદ્વાનો ડોલી ગયા! તેઓ હેમચંદ્ર થયા, અને પાટણના બબ્બે મહાન નૃપતિઓ એમનાં ચરણે બેઠા! અને છતાં એમણે પોતે તો પોતાની પળેપળ સરસ્વતીનાં ચરણે મૂકી. આજ હવે એ ગુરુની વિદાયવેળા આવી ગઈ હતી. કોઈને ખબર ન હતી, પણ