કોમી એકતાના પ્રતિક હાજીપીર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં હાજીપીર આવેલી એક દરગાહ છે.આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. હાજીપીરનું મૂળ નામ અલી અકબર હતુ.તેઓ દિલ્હીના બાદશાહના લશ્કરમાં ઊંચો હોદે ધરાવતા હતા. હાજીપીર આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની સેનામાં એક સિપાહી તરીકે આ સ્થળે આવ્યા હતાં. તેમણે સેનામાંથી નિવૃત્તિ મેળવી અને નારા ખાતે સ્થાયી થયા. તેઓ બહારવટીયાઓથી ગાયોનું રક્ષણ કરતાં મૃત્યુ પામ્યા હતાં. તેમણે હજ કરી હતી તેથી તેમને હાજીપીર તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ ઝિન્દા પીર કે વાલી પીર તરીકે પણ ઓળખાય છે. હાજીપીરમાં ચૈત્ર મહિનાના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૨૭ તારીખથી ૩ દિવસ એટલે