નારદ પુરાણ - ભાગ 22

  • 1.4k
  • 1
  • 612

નારદ બોલ્યા, “હે ભગવન, આપ વિદ્વાન છો તેથી મેં આપને જે કંઈ પૂછ્યું તે સર્વ આપે કહ્યું અને સંસારના પાશમાં બંધાયેલાઓનાં ઘણાં બધાં દુઃખોનું વર્ણન કર્યું. કર્મને લીધે દેહ પ્રાપ્ત થાય છે, દેહધારી જીવ કામનાઓથી બંધાય છે, કામને લીધે તે લોભમાં ફસાય છે અને લોભથી ક્રોધના તડાકામાં સપડાય છે. ક્રોધથી ધર્મનો નાશ થાય છે. ધર્મનો નાશ થવાથી બુદ્ધિ બગડે છે અને જેની બુદ્ધિ નાશ પામે છે, તે મનુષ્ય ફરીથી પાપ કરવા માંડે છે. એટલા માટે દેહ એ જ પાપનું મૂળ છે. મનુષ્ય આ દેહના ભ્રમનો ત્યાગ કરીને કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકે તેનો ઉપાય બતાવો.”         સનકે કહ્યું, “હે