ધૂપ-છાઁવ - 136

  • 1.6k
  • 820

એ દિવસે અચાનક તેની નજર ટેબલ ઉપર પડેલા એ સમાચાર પત્ર ઉપર સ્થિર થઈ હતી... તે સ્તબ્ધ થઈ ગઈ.... તેમાં દાઢી વધારેલા માણસનો ફોટો હતો... જે લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ફસડાયેલો પડેલો હતો... તેના હાથમાંથી છાપાનું એ પાનું જમીન ઉપર સરકી પડ્યું.... અપેક્ષાને ચક્કર આવી ગયા... જાણે તેના શરીરમાંથી પણ પ્રાણ પંખેરુ ઉડી ગયા... થોડી વારમાં ધીમંત શેઠ અપેક્ષા પાસે આવી પહોંચ્યા... તેણે ધીમંત શેઠને પૂછ્યું કે, "કેવું છે આપણાં વંશમને તેને જલ્દીથી સારું તો થઈ જશે ને.‌.?" ધીમંત શેઠે હકારમાં માત્ર માથું ધુણાવ્યું... તે કંઈ બોલી શક્યા નહીં... અપેક્ષા નિસ્તેજ અને નિષ્પ્રાણ થઈને પોતાની પથારીમાં પડી રહી હતી