સવાઈ માતા - ભાગ 63

  • 724
  • 1
  • 282

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાલેખન તારીખ :૨૮-૦૪-૨૦૨૪,રવિવારમેવાએ તેનાં રખડુ ભાઈબંધો સાથે ફરતાં આ મોલ બહારથી જરૂર જોયો હતો પણ તેનો વેશ તેને અહીં પ્રવેશવા દે તેવો જરાય ન હતો. માટે તેણે પગથિયાં ચઢવાની હિંમત પણ કરી ન હતી. આજે તો રમીલાની ઈચ્છાવશ અને રાજીની ખુશીના લીધે તે કૌતુહલભર્યા મનથી મોલમાં પ્રવેશ્યો. તેણે કપડાંની ટ્રાયલ લેવાની હોઈ રમીલાએ ત્યાં ઉપસ્થિત સ્ટાફ પાસે બાળકોને બેસાડવાની પ્રૈમ (બાબાગાડી) માંગી. એક સૌહાર્દપૂર્ણ યુવક તુરત જ એક પ્રૈમ લઈ આવ્યો. રમીલાએ તુષારને તેમાં બેસાડી પોતે તેને દોરી રહી. દીપ્તિ રાજીનાં હાથમાં હતી. હવે રમીલાએ મેવાને શોભે અલબત્ત શોભાવે એવાં કપડાં માટે ચોતરફ નજર ફેરવી.