સવાઈ માતા - ભાગ 62

  • 1.6k
  • 1
  • 716

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૨૭-૦૪-૨૦૨૪, શનિવાર*જમતાં જમતાં રાજી અને રમીલા વાતો કરતાં રહ્યાં. આજે પહેલી વખત એમ બન્યું હતું કે મેવો જમતો હોય અને બાળકોનું ધ્યાન પણ રાખી રહ્યો હોય. સવલી પણ આજે મેવાને કોઈ શિખામણ ન આપવી એમ નક્કી કરી બેઠી હતી. તે પણ દીપ્તિ અને તુષારની ગમ્મત જોતાં જોતાં મેવા, માતી અને પારવતીનું બાળપણ યાદ કરતી હતી. મેવાને થોડુંઘણું યાદ હતું ત્યાં હોંકારા ભણતો જ્યારે કેટલુંક તેના માટેય નવું હતું, તે બધું તે નવાઈથી સાંભળતો. મજૂરવાસમાં વીતાવેલ બાળપણ અને ક્યારેક ક્યારેક થતી ગામની મુલાકાતો, પણ એ સઘળા સમયમાં બે ટંકનું ભોજન કમાવા તનતોડ મહેનત