સવાઈ માતા - ભાગ 61

  • 1.6k
  • 1
  • 746

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : 26-04-24, શુક્રવાર* પિતાએ પ્રેમથી ખવડાવેલ કુલ્ફી હોય કે પછી રાજીનાં હાથનું ભોજન કે વળી ઓફિસની મિટીંગની સફળતા અને મનનનું સરળ, સકારાત્મક વર્તન, રમીલા એવી તો ઘસઘસાટ ઊંઘી કે આટલાં દિવસમાં સવારે પહેલી વખત સવલીએ તેને ઊઠાડવી પડી. તેણે મનથી નક્કી કરેલ જ હતું કે આજે તે ભાઈ મેવા માટે કોઈ કામકાજ શોધવા, તેની જીંદગી ગોઠવવા રજા પાડીને ઘરે જ રહેશે એટલે તે ઊઠવામાં આનાકાની કરી રહી.સવલીએ તેને ફરી ઊઠાડી, "ઊઠને રમુ, પછી મોડું થહે. તું ઊઠ તો આ બેયને ઊભાં કરું. પસી નિહાળ જવામ મોડું થેઈ જાહે."રમીલાને પહેલી વખત સવારે શાંતિથી ઊંઘતી