સવાઈ માતા - ભાગ 60

  • 1.7k
  • 1
  • 853

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૧૨-૦૪-૨૦૨૪* રમીલા કારમાંથી ઊતરી અને લગભગ પેટ દબાવતી સ્ટોર તરફ આગળ વધી. કામ કરી રહેલ પિતાને ભાસ થયો અને તેણે પાછળ જોયું. નાનપણમાં ખૂબ ભૂખ લાગી જતાં રમીલા જેમ પોતાનાં નાનકડાં હાથ વડે પેટ દબાવી રાખતી તેવી જ રીતે તેણે આજે પણ પેટ દબાવેલ દેખાયું. પિતાથી ન રહેવાતાં તે માલિકને બે મિનિટનો ઈશારો કરી ત્રીજી દુકાનમાં ગયો અને બે કુલ્ફી એક પ્લેટ સાથે લઈ આવ્યો. પિતાને પોતાની મનપસંદ વસ્તુ લાવેલ જોતાં જ રમીલાનો પેટનો દુઃખાવો ક્યાંક દૂર ગાયબ થઈ ગયો.પોતાનાં સુંદર કપડાંને અનુરૂપ જગ્યા ન શોધતાં રમીલા બાજુની બંધ દુકાનના પગથિયે બેસી