એક હતી કાનન... - 5

  • 1.5k
  • 834

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 5) “મને પહેલીવાર તારા પપ્પા પ્રત્યે આટલો અણગમો ઉપજ્યો હતો અને વ્યક્ત પણ થઇ ગયો હતો મારાં વર્તનથી.”નાની ઉમરથી જ કાનન અત્યંત તોફાની,ચંચળ અને જીદ્દી.ક્યારેય પગ વાળીને બેસવાનો સ્વભાવ જ નહીં.ભણવાનું,ખાવાનું અને રમવાનું એ કાનનની સતત ચાલતી પ્રવૃત્તિ.તીવ્ર યાદશક્તિને કારણે ક્લાસમાં જે ભણતી તે અને નિયમિત રીતે કરાતું હોમવર્ક જ તેને અભ્યાસમાં આગળ રાખવામાં પૂરતાં થઇ પડતાં. અભ્યાસ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ હોય,પછી ભલે ને તે સ્પોર્ટ્સ,નાટક,વકતૃત્વકળા કે ગરબા,કાનન દરેકમાં ભાગ લેવામાં આગળ પડતી જ હોય.નંબર ની ચિંતા કર્યાં વિના કૂદી જ પડતી. કાનન ક્યારેક ક્યારેક પોતાની જાતમાં એટલી ખોવાઈ જતી કે દાદા-દાદીને