અનુબંધ - 16

  • 1.4k
  • 1
  • 528

મમ્મી પાસેથી ખસીને મામા મારી પાસે આવીને બેઠા અને હસતાં હસતાં મને કહેવા લાગ્યા તારી માની આગળ મારે હથિયાર હેઠા જ મૂકવા પડે છે.મેં પણ મામાની હા માં હા મેળવી.મમ્મી રસોડામાંથી બોલતી જતી હતી કે,પહેલા ભાભી હતા અને હવે હું .....મારું જ ઘર છે ને....હું અને મામા પત્તા રમવા લાગ્યા.બે થી ત્રણ ગેમ રમ્યા હશે ત્યાં મમ્મી ભોજનની થાળી પીરસીને લાવી.  અમે ત્રણેય બેસીને જમ્યા.આરામ કરીને થોડો થાક ઉતાર્યો.સાંજે અમે ત્રણેય ગામની ભાગોળે આવેલા મંદિરે ગયા.દર્શન કરીને મંદિરના ઓટલે બેઠા.મારું ભ્રમિત મન પણ અહીં આવીને શાંતિનો અનુભવ કરી રહ્યું હતું.મારું પ્રતિબધ્ધ મન હળવું થઈ રહ્યું હતું.હું ચિત્ત મને એકાગ્રતા સાધવાનો