અનુબંધ - 15

  • 1.3k
  • 456

  જ્ગ્ગા આવી ગયો બેટા .....મમ્મી ખાટ પરથી ઊભા થતાં બોલી.મૂકી આવ્યો એ છોકરીઓને ....તરત બીજો સવાલ કર્યો.પણ ....શું મમ્મી ....આગળ કંઇ કહેવું છે ....આટલી મોડી રાત્રે એ બંને છોકરીઓ એકલી બસમાં મુસાફરી ....મમ્મીના આ શબ્દો સાંભળીને મારા શરીરમાંથી કંપન છૂટી ગઇ.ઠંડીમાં પણ મારા લલાટ પર પરસેવાના રેલા નીકળવા લાગ્યા.મેં હાથમાં રાખેલા નેપકિનથી પરસેવાના નીકળતા રેલા લૂછતા કહ્યું ....હા મમ્મી .....મોડું તો થઈ ગયું છે,પણ તે લોકોએ જીદ કરી કે,અમારે આજે અમદાવાદ પહોંચવાનું છે ....આટલું બોલતા -બોલતા મને શ્વાસ ચઢવા લાગ્યો.થોડો ઊંડો શ્વાસ લઈને હું મમ્મીની પાછળ ચાલવા લાગ્યો.મમ્મી રસોડામાં મારા માટે દૂધ ગરમ કરવા ગઈ એવામાં મેં દર્પણાને ફોન