એક હતી કાનન... - 3

  • 1.6k
  • 968

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - ૩)ગમે તે કારણે કાનન અને મનને સરનામાંની આપલે ન કરી.કદાચ ભાવિ પર પૂરતો વિશ્વાસ.“બેન કોનું કામ છે?” “એ... બેન કોનું કામ છે?”વિચારમગ્ન કાનને પહેલીવાર સાંભળ્યું નહીં એટલે શોર્ટિંગ વિભાગના કર્મચારીએ થોડા ઊંચા અવાજે કહ્યું.મનન સાથેની પોતાની પ્રથમ મુલાકાતમાં ખોવાયેલી કાનન પોસ્ટ ઓફીસના શોર્ટિંગ વિભાગના એક કર્મચારીના પ્રશ્નથી ઓચિંતી ઝબકી ગઈ.“મારે,મારે રમણભાઇ નું કામ છે, તેમને બોલાવી આપશો?”“સામે બેસો.” ટપાલી એ એક લાકડાના બાંકડા સામે ઇશારો કરી કહ્યું.કાનન બાંકડા પર બેસીને ઝડપથી બની ગયેલા બનાવો વિશે વિચારી રહી હતી. કેટલું બધું બની ગયું હતું એના જીવનમાં? એમાં પણ છેલ્લા થોડા દિવસમાં બનેલા બનાવો