ગરુડ પુરાણ - ભાગ 16

  • 1.5k
  • 2
  • 610

સોળમો અધ્યાય ભગવાન નારાયણ દ્વારા ગરુડજીને કહેવામાં આવેલા ભક્તિના સ્વરૃપ અને માહાત્મ્યના વિષયમાં બતાવતા સૂતજીએ કહ્યું- અનાદિ અને અજન્મા, તથા અવ્યય પ્રભુ પણ નમન કરવા યોગ્ય છે અને જે પ્રભુનું નમન કરે છે તે પણ નમન યોગ્ય થઈ જાય છે. આનંદસ્વરૃપ પ્રભુ દ્વૈતથી પરે છે અને તે જ વિષ્ણુ છે અને કૃષ્ણ પણ એ જ છે અને એ જ મનુષ્યના શુભ-અશુભ કર્મોને સતત જોતા રહે છે. એવા સર્વવ્યાપક પ્રભુ ભક્તિ-ભાવનાથી જ ઓળખી શકાય છે. આ પ્રભુ મેઘની ઘટાની વચ્ચે કૃષ્ણ વર્ણવાળા ભાવના ભૂખ્યા છે. અને જે ભક્ત પૃથ્વી પર પડેલા દંડાની સમાન પ્રભુની અર્ચના કરે છે તે સંસાર-સાગરથી પાર થઈ