ગરુડ પુરાણ - ભાગ 3

  • 3.1k
  • 3
  • 1.4k

તૃતીય અધ્યાય ભગવાનના કહેવા પર ગરુડજીએ એમનાથી નિવેદન કર્યું કે હે પ્રભુ! આ આખા યમમાર્ગને પાર કરીને જીવ જ્યારે યમલોકમાં પહોંચે છે તો ત્યાં જઈને કઈ-કઈ યાતનાઓ ભોગવે છે, હવે તમે મને એ બતાવો. ગરુડજીના આ પ્રશ્ન કરવા પર ભગવાન નારાયણ બોલ્યા કે હું તને આદ્યોપાંત આનું વર્ણન કરું છું. આ નરક વર્ણન એવું છે જેને સાંભળીને મારા ભક્ત લોકો પણ ધ્રૂજી જાય છે અને તું પણ ધ્રૂજી જઈશ. હે ગરુડ! બહુભીતિપુરની આગળ ૪૪ યોજનના વિસ્તારનો મોટું ભારે ધર્મરાજનું નગર છે. યમપુરમાં પહોંચીને જીવ હાહાકારપૂર્વક બરાડા પાડે છે. એના આ પ્રકારના બૂમો પાડવાને સાંભળીને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના