ગરુડ પુરાણ - ભાગ 2

  • 1.4k
  • 2
  • 862

દ્વિતીય અધ્યાય ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમ લોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું હે ભગવન! યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે? ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે? તમે મને બતાવવાની કૃપા કરો! નારાયણ ભગવાને કહ્યું-હે ગરુડ! યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. મારા ભક્ત હોવા છતાં પણ એને સાંભળીને તમે ધ્રૂજી જશો. એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી, જ્યાં જીવ વિશ્રામ લઈ શકે અને ના તો ત્યાં અન્ન વગેરે છે, જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે. ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે, જેનાથી અતિ તરસ્યો પ્રાણી પાણી પી શકે. તે તરસ્યો જ રહે છે. હે ખગરાજ! એ લોકમાં બારેય સૂર્ય