લવ યુ યાર - ભાગ 47

  • 3k
  • 3
  • 2.2k

દિવાકરભાઈએ જે કર્યું તેનાથી કેટલા પૈસાનું કંપનીને નુકસાન થયું તેનો આંકડો સાંવરી કાઢી રહી હતી અને આજે તે બધોજ હિસાબ કમ્પલીટ કરવા માંગતી હતી અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે ફોન ઉપાડ્યો અને વાત કરતાં કરતાં તે પોતાની ચેર ઉપરથી ઉભી થઈ ગઈ.. અને થોડી ચિંતામાં ડૂબી ગઈ...સાંવરીની સીસ્ટર બંસરીનો ફોન હતો કે, " દીદી પપ્પાની તબિયત થોડી વધારે બગડતી જાય છે હવે શું કરવું કંઈજ સમજમાં આવતું નથી મમ્મી પણ થોડી ઢીલી પડી ગઈ છે અને માટે જ હું અહીં થોડા દિવસ મમ્મીના ઘરે રહેવા માટે આવી છું જેથી મમ્મીને થોડી હેલ્પ રહે પણ મને ખૂબજ ચિંતા થાય