ઉડાન... એક સકારાત્મક વિચારોની - 20

  • 1.2k
  • 414

અન્યાય ક્યાં સુધી..? ભાગ 1 "બોલ..સાચું બોલ..કોણે..મદનને મારી નાખ્યો..બોલ..!" એક ઇન્સ્પેક્ટર જેલમાં બંધ કરેલ 17-18 વર્ષની ઉંમરના એક છોકરાને દંડાથી માર મારી પૂછે જતા હતા. છોકરો સાવ સાધારણ અને ગરીબ પરિવારનો લાગતો હતો. તેના શરીરનો બાંધો સાવ પાતળો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરએ એક પાટુ માર્યું ને તે છોકરો સામેની દીવાલે ભટકાઈ નીચે પછાળાયો. " સાહેબ..! મને કંઈ ખબર નથી..મને જવા દો સાહેબ..!" હાથ જોડી છોકરો તે નિર્દયી ઇન્સ્પેક્ટરને કરગરવા લાગ્યો. " તારી દુકાન આગળ મદનનું મર્ડર થયું છે. પોસ્ટમોર્ટમમાં પણ 'ચા' નીકળી છે. મતલબ ચા તારી દુકાનની જ પીધી હશે. સાચું બોલ..નહીંતર મારી મારીને અધમુવો કરી દઈશ." ઇન્સ્પેક્ટરએ ફરી દંડો ફટકારતા