પ્યારમિલન ઈન ધ જંગલ

  • 1.7k
  • 1
  • 550

"ઋષભ કઈ છે?!" ગીતાએ જોરથી ચીસ પાડી! "મેં તો પહેલાં જ ના પાડેલી ને કે જંગલ બહુ જ ભયાનક છે, ચાલો પાછા જતા રહીએ!" કૈવલ ગ્રુપમાં બહુ જ ડરપોક હતો, બધાં એની પાસેથી આવા જ શબ્દોની આશા લઈને બેઠા હતા! "ચૂપ થઈ જા! મને મારા ઋષભ ની બહુ જ ચિંતા થાય છે.." ગીતાએ ગુસ્સામાં કહ્યું. "ઓહ કમ ઓન! તું પણ કેવી નાના છોકરા જેવી વાત કરે છે, ઋષભ દૂધ પીતો નાનો છોકરો થોડી છે કે એ આ જંગલમાંથી બહાર નહિ આવી શકે!" રોનક એ બહુ જ બેફિકરાઈ થી જવાબ આપ્યો. "હા, પણ મને એની બહુ જ ચિંતા થાય છે!" ગીતાને