"હા... પણ એમાં મારી શું ભૂલ?!" એની ચબરાક આંખોથી ઋત્વિક એ કહ્યું તો પ્રિયાથી હસી જ જવાયું!"અરે પાગલ! હું કોઈ બીજાને લવ કરું છું! ભલેને એણે બીજે કેમ ના લગ્ન કરી લીધું! મારા દિલમાં તો હજી એ જ છે! હું આ જગ્યા એના સિવાય કોઈને ના આપી શકું!!!" પ્રિયાએ ફરીથી એણે સમજાય એમ કહ્યું. "હા... તો એમાં મારે શું?! પણ હું તો તને જ લવ કરું છું ને..." ઋત્વિક એ કહ્યું તો પ્રિયા નું પત્થર દિલમાં એક મોટી તિરાર પડી ગઈ! એણે એના દિલમાં બસ રાહુલને જ જગ્યા આપી હતી. રાહુલના લગ્ન પછી એ કોઈને એ જગ્યા ના આપી શકી!