૫) પ્રેમમાં આઘાત મધ્યાહનનો સમય થયો. ગરમી અસહ્ય વર્તાય રહી હતી. રસિકભાઈ ઑફિસની બારીમાંથી બહારની ગરમીને મહેસૂસ કરી રહ્યા હતા. તેઓ બારી બહાર નજર માડતા પક્ષીઓ ઝાડની ડાળમાં લપાઈને બેઠાં હતાં તો પશુઓ ઝાડની તટે નિરાંત માણી રહ્યા હતા. રસ્તાઓ નિર્જન અને સુમસામ બની પડ્યા હતા. એકલ દોકલ જ વાહન પસાર થતું નજરે ચડતું હતું. એવામાં એક કાર તેમની બારીની બાજુના પાર્કિગમાં પાર્ક થઈ. તેઓ મનમાં બબડ્યા ' આવી ગાડી મારા માટે આવી હોય તો કેટલું સારું થતું.' કારમાંથી ડ્રાઈવર ઉતરીને બારી સામે આવીને ઉભો રહી ગયો. તેને આમતેમ નજર ફેરવ્યા પછી બારીમાં રસિકભાઈ દેખાયા. "રસિકભાઈ ક્યાં બેસે છે?" રસિકભાઈ