શિવકવચ - 12

  • 736
  • 416

બધાએ જોયું તો ઈંટથી ત્રિશૂળ બનાવેલું હતું. શિવે ઇંટ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ઇંટ હલી નહીં. ઘણા વર્ષોથી દબાયેલી હતી એટલે સજજડ થઈ ગઈ હતી. શિવે આજુબાજુ નજર કરી. એક મોટો અણીદાર પત્થર પડ્યો હતો. દોડતો જઈને શિવ પત્થર લઈ આવ્યો. ધીમે ધીમે એક ઈંટની બધી બાજુથી માટી ખોતરી. પછી ઈંટ હલાવી થોડી હલી. વળી થોડી માટી ખોદી. પછી ઈંટ ખેંચી તો નીકળી ગઈ. ધીરે ધીરે બધી ઈંટો કાઢી. બધાના ધબકારા વધી રહ્યા હતાં. નીચે ઊંડો ખાડો દેખાયો. "શિવ સાચવી રહીને હોં બેટા સાપ કે કોઈ ઝેરી જીવજંતું ના હોય જોજે.જંગલની જમીન છે. કંઈપણ હોઈ શકે છે. " "હા શિવુ