શિવકવચ - 8

  • 1.9k
  • 1.1k

ગોપીની ચીસ સાંભળીને બધા દોડયા. જીવીબાના રૂમમાં જઈને બધાએ જોયું તો જીવીબાની આંખો અધ્ધર સ્થિર થઈ ગઈ હતી. શિવે હાથ પકડીને હલાવ્યા. "જીવીબા." એણે ખભાથી પકડીને હલાવ્યા. કંઈ જવાબ ના મળ્યો. શિવ બહાર દોડ્યો. બાજુવાળા ભાઈને જલ્દી ડોક્ટર બોલાવાનું કહ્યું.થોડી જ વારમાં ડોક્ટર આવ્યાં. જીવીબાને તપાસીને કહ્યું "જીવીબા પરમધામમાં પહોંચી ગયા." સાંભળીને ગોપી રડવા લાગી. તાનીએ એને પાણી લાવીને પીવડાવ્યું. ગામ લોકોને ખબર પડતાં ધીરે ધીરે બધા એકઠાં થયાં. બધાએ ભેગાં મળીને અંતિમક્રિયા પતાવી. સાંજે દીવો કરી ભજન કર્યાં. "જીવીબા જાણે શિવની જ રાહ જોતાં હતાં. " ગોપી બોલી. "હા જીવીબા એમને સોંપેલું કાર્ય જ જાણે કરવા રોકાયા હતા."તાની બોલી,