જો હું પંખી બની જાઉં તો..

  • 1.5k
  • 512

ક્યારેક આ માણસ હોવાનો બહુ થાક લાગે છે. કેટલાં બધાં બંધનો, કેટલાં વ્યવહારો સાચવવાના અને એ સાચવતા સાચવતા પણ બધાને કયાં પૂરો સંતોષ આપી શકાય છે? કેટલી બધી જવાબદારીઓ વચ્ચે જીવવાનું. વળી આ જગતમાં સરહદ માટે થતાં યુદ્ધોથી તો મન વિચલિત થઈ જાય છે. આથી જ ક્યારેક મને એવું થાય કે કાશ હું પંખી હોત તો.. કલ્પના કરવાથી પણ કેટલો આનંદ મળે! ઘણી વાર આવા વિચારો આવે. નાની હતી ત્યારે શાળામાં બહેન એક ગીત ગવડાવતા પંખી બની ઊડી જાઉ હા..હા.હા. ચાંદા મામાના દેશમાં.ખરેખર ત્યારે પંખી બની ઊંચા આકાશમાં ઊડવાનું મન થઈ જતું. પણ ધીમે ધીમે મોટી થતી ગઈ એમ બાળપણની