દરિયા નું મીઠું પાણી - 28 - મીરાં બાઈ

  • 446
  • 126

મીરાબાઈ નો જન્મ ઈ.સ.1498 માં જોધપુર પાસે આવેલા મેડતા ગામમાં થયો હતો. તેના પિતા રાવ રતનસિંહ મેડતાના રાજા હતા.મીરાં છ સાત વર્ષની હતી, તેવામાં એકવાર એમને ત્યાં એક સાધુ મહારાજ પધાર્યાં. તેમની પાસે કૃષ્ણની એક સુંદર મૂર્તિ હતી. મીરાંને એ મૂર્તિ ગમી ગઈ. એણે સાધુને કહ્યું`મને એ મૂર્તિ આપો!`સાધુએ કહ્યું`બેટી, આ તો મારા ઈષ્ટદેવ ગિરધર ગોપાળની મૂર્તિ છે. હું રોજ એની પૂજા કરું છું.`મીરાંએ કહ્યું` હું ય રોજ એની પૂજા કરીશ```સાધુએ મૂર્તિ મીરાંના હાથમાં મૂકી કહ્યું`લે બેટી, રોજ એની પૂજા કરજે.``મીરાં રાજી થઈ ગઈ. મૂર્તિને બેઉ હાથે છાતીસરસી દાબી એ હરખથી નાચવા લાગી.થોડા વખત પછી મીરાંએ રસ્તા પર થઈને એક