સવારે તાની ઉઠીને તૈયાર થઈને નીચે આવી. આજે તેનો જન્મદિવસ હતો.એનાં દાદી પૂજારૂમમાં પૂજા કરી રહ્યાં હતાં.તાની એમને પગે લાગવા પૂજારૂમમાં ગઈ. દાદીને પગે લાગી. "જુગ જુગ જીવો મારી લાડલી .ભગવાન તારી સૌ મનોકામના પૂરી કરે." દાદીએ આશીર્વાદ આપતાં એનાં મોઢામાં કૃષ્ણનો પ્રસાદ માખણ મીસીરી ખવડાવી. " પગે લાગ ભગવાનને ."દાદી બોલ્યાં. તાની પગે લાગી. એકદમ એ ગણગણી "કૃષ્ણમુખે અવતર્યા કરે મોક્ષગતિ.' "તાની તને ક્યારથી આ બધામાં રસ પડ્યો ? " " શેમાં દાદી ?" "અરે તું હમણાં જે બોલી એ .એટલે કે ગીતામાં " "ગીતા કોણ ગીતા ? દાદી કંઇ સમજાયુ નહીં ચલો મારે લેટ થાય છે હું જઉં""