નો ગર્લ્સ અલાઉડ - ભાગ 54

  • 1.9k
  • 1
  • 1.2k

" હવે કેમ છે?" ફોનમાં કિંજલે કહ્યું." પહેલા મને એ કહીશ કે મને થયું શું હતું?" અનન્યા એ સામો સવાલ કર્યો. " અરે કાલ એ આકાશના ઘરે થયું એ પછી મને લાગ્યું તું સેડ હશે..એટલે પૂછ્યું.." " હા, સેડ તો હતી પણ હકીકત સામે આવી જતા મનનો બોજો તો થોડોક ઓછો થઈ ગયો..." " હા યાર આકાશ પણ સાલો ચૂપા રુસ્તમ નીકળ્યો..." " હમમ." " હું તને એ પૂછવાની હતી કે આદિત્યનો કોઈ કોલ આવ્યો તને?" કિંજલે ફરી સવાલ કરતા પૂછ્યું." કેમ આજે આટલા બધા સવાલ કરે છે? શું વાત છે?" અનન્યા બોલી. રાહુલે કિંજલના હાથમાંથી ફોન છીનવી લીધો. "