નો ગર્લ્સ અલાઉડ - ભાગ 51

  • 2.1k
  • 1
  • 1.2k

અંકિત અને દેવ બન્ને પીઝા પર તૂટી પડ્યા હતા. બન્નેનું ધ્યાન બસ ખાવામાં હતું જ્યારે રાહુલે હજુ સુધી માત્ર એક જ પીસ પીઝાનું ખાધું હતું. " રાહુલ શું વિચાર કરે છે? પિઝા પણ તારું ઓલમોસ્ટ એમ જ પડ્યું છે...કઈક થયું છે કે?" અંકિતે આખરે સવાલ પૂછી જ લીધો. " હા યાર મેં પણ નોટિસ કર્યું, જ્યારથી એ ભાભીના ગેટ પાસે ઊભો હતો ત્યારથી આનું મૌન વ્રત જ ચાલુ છે..." દેવે કહ્યું." શું થયું બોલ? ભાભી સાથે જઘડો થયો?" અંકિતે સવાલ પૂછ્યો." પહેલા તો એને ભાભી ભાભી કહેવાનું બંધ કરો એ કોઈ તમારી ભાભી નથી ઓકે....." ગુસ્સામાં રાહુલે કહ્યું. " અરે