પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 4

  • 2.2k
  • 1
  • 1.3k

૪)પ્રીતનો સબંધ કે લાલચ સવારના દસ વાગ્યા એટલે ડૉક્ટર સમયસર દવાખાને હાજર થઈ ગયા હતા. તેમને પણ સિદ્ધાર્થના જીવન વિશે વધુ જાણવાની ક્રુતુહલતા વર્તાય રહી હતી.મનોચિકિત્સાના વ્યવસાયમાં ઘણા દર્દીઓના જીવનમાં બનતી ઘટનાના આધારે, જે પરિસ્થિતિ માનસપટ પર રચાય છે અને જેના થકી વર્તન અસામાન્ય બની જતું હોઈ છે; પણ સૌથી વધુ જિજ્ઞાસા તો સિદ્ધાર્થના જીવનને જાણવાનો થઈ રહ્યો હતો. દાદી અને સિદ્ધાર્થ રૂમમાં પ્રવેશ્યા. ડૉક્ટરે ઝટ વાતને આગળ વધારવાનો આગ્રહ કર્યો. દાદીએ ગઈકાલે જેટલેથી અધૂરી વાત મૂકી હતી ત્યાંથી જ વાતને આગળ ઉપાડી. સ્નેહા નારાજ થયેલ સિદ્ધાર્થને મનાવવા માટે ઘરેથી જ પ્લાન કરીને આવી હતી. તેણે વોટરપાર્ક જવાની વાત મૂકી."તે