નારદ પુરાણ - ભાગ 19

  • 1.6k
  • 1
  • 660

સનક બોલ્યા, “હે મુનિશ્રેષ્ઠ, હવે હું તિથિઓના નિર્ણય અને પ્રાયશ્ચિતની વિધિ કહું છું તે સાંભળો. એનાથી બધાં કાર્યો સિદ્ધ થાય છે.         હે નારદ, શ્રુતિ અને સ્મૃતિઓમાં કહેલાં વ્રત, દાન અને અન્ય વૈદિક કર્મ જો અનિશ્ચિત તિથિઓમાં કરવામાં આવે તો તેમનું કશું જ ફળ મળતું નથી. એકાદશી, અષ્ટમી, છઠ, પૂર્ણિમા, ચતુર્દશી, અમોવાસ્યા અને તૃતીયા આ તિથિઓ પર-તિથિઓથી વિદ્ધ (સંયુક્ત-જોડાયેલી) હોય તો ઉપવાસ અને વ્રતમાં શ્રેષ્ઠ મનાય છે. પૂર્વની અર્થાત એના પહેલાંની તિથિઓની સાથે સંયુક્ત હોય તો વ્રત આદિમાં આ તિથિઓ લેવાતી નથી.         કેટલાક આચાર્યો કૃષ્ણ પક્ષમાં સપ્તમી, ચતુર્દશી, તૃતીયા અને નવમીને પૂર્વતિથિ દ્વારા વિદ્ધ હોય તો પણ શ્રેષ્ઠ કહે