ઉડાન... એક સકારાત્મક વિચારોની - 10

  • 1.3k
  • 640

પિયર "આવ બેટા..આવ..! કેટલા દિવસે તું આવી..? અને જમાઇરાજ ક્યાં રહ્યાં..? દેખાતાં નથી .?" આંગણામાં બેઠેલ મમ્મીએ મારા હાથમાંથી બેગ લઈ મીઠો આવકાર આપતાં કહ્યું. હું તેઓને પગે લાગી ભેટી પડી. કેટલાય દિવસથી હું તરસતી હતી મમ્મીની હૂંફ માટે. મારી આંખોનાં ખૂણા ભીનાં થઈ ગયા. આંખો લૂછી મેં તેની સામે જોયું. તેનો હમેશાં હસતો રહેતો ચહેરો..આજ પણ મને જોઈ મલકાતો હતો. તેણે તેના વ્હાલસોયા હાથ મારા માથે ફેરવી મને ઘરમાં આવવા કહ્યું. લગ્ન પછી હું ત્રણ વર્ષે આ ઘરમાં આવી. ઘરનાં ઉંબરે પગ મુકતા જ મને આ ઘર સાથે વિતાવેલ ખાટીમીઠી યાદો આંખ સામે તરવરવા લાગી. આ જ ઉંબરે બેસીને