પવનમાં ઠંડકની સાથે ભેજ પણ હતો. સડક પર બે લાઈટો ચાલુ હતી જે નાસ્તાવાળા અને ચા વાળાની હતી. રાત થતી એમ વસ્તુના ભાવ વધતા જતા. દરિયાના પાણીમાં ચમક હતી. ગાંડી ગીરમાં જેમ સાવજ ડકણ દે એવી રીતે દરિયાનો અવાજ સંભળાય રહ્યો હતો. અંશે કિંજલના ખંભા પર હાથ રાખ્યો. કિંજલે પોતાનું માથું અંશના ખંભા પર રાખી આંખો બંધ કરી દીધી. હાથમા હાથ લઈ બન્ને બેસી રહ્યા. બન્ને વચ્ચે શબ્દો નહતા. સ્પર્શની ભાષા હતી. એ ભાષા ત્રણ વ્યક્તિ જ સમજી શકતા હતા. અંશ અને કિંજલના મમ્મી પપ્પા. કંઈક કહેવા માંગતી હતી કિંજલ પણ શરૂઆત ક્યાંથી કરવી એની ખબર નહોતી. એવું નહોતું કે