શિવકવચ - 5

  • 2.6k
  • 1.4k

ગોપી કાગળ હાથમાં લઇ બોલી "જો આમાં છેલ્લું વાક્ય તો સમજાઇ જ ગયું. ભલાનિવાસ એટલે તારા દાદાનું ઘર અને જીવી એટલે તારા દાદાના ઘરમાં જે ડોશી રહે છે એનું નામ . સ્મરણ એટલે એ કંઈક ભક્તિનું પઠન કરતી હશે." "એમ ?' "હા હવે પાષાણ એટલે પત્થર , ગગડે તેજ ગતિ , એટલે ઝડપથી પડે છે. લટકે અધવચાળ સુણી રાણી હુંકાર. એટલે કે રાણીનો અવાજ સાંભળી ગબડી રહેલાં પત્થરો અધવચ્ચે લટકી ગયાં." ગોપી થોડીવારમાં વિચારમાં પડી પછી એકદમ બોલી "અરે હા શિવલા સમજાઈ ગયું આ તો તારા દાદાના ગામનું જ વર્ણન છે ." " એટલે?" "તારા દાદાનું ઘર છે ને ત્યાં