નારદ પુરાણ - ભાગ 17

  • 1.7k
  • 1
  • 774

સનકે આગળ કહ્યું, “હે નારદ પ્રણવ, સાત વ્યાહૃતિઓ, ત્રિપદા, ગાયત્રી તથા શિર:શિખા મંત્ર- આ સર્વ ઉચ્ચારણ કરતા રહીને ક્રમશ: પૂરંક, કુંભક અને રેચક ક્રિયા કરવી. પ્રાણાયામમાં ડાબી નાસિકાના છિદ્રથી વાયુ ધીરે ધીરે પોતાનાં ફેફસામાં ભરવો. પછી ક્રમશ: કુંભક કરી વિરેચન દ્વારા બહાર કાઢવો.         (પ્રાણાયામનો મંત્ર અને તેની વિધિ નીચે પ્રમાણે છે: પ્રાણાયામ મંત્ર : ૐ ભૂ: ૐ ભુવ: ૐ સ્વ: ૐ મહ: ૐ જન: ૐ તપ: ૐ સત્યમ ૐ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત, ૐ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવ: સ્વરોમ.         પહેલાં જમણા હાથના અંગૂઠાથી જમણી બાજુનું નસકોરું દબાવી ડાબા નસકોરાથી વાયુ અંદર ખેંચવો. એ