લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 25

  • 2.2k
  • 1.2k

" મેં પોલીસ ને કીધું છે કે અમારો એક મિત્ર નથી મળ્યો. પોલીસ એ રેસ્ક્યુ ટિમ બોલાવી છે. તેની શોધખોળ ચાલુ જ છે.અકસ્માત તો સાંજના જ થયો હતો.પણ અમારી ગાડી ખીણમાં પડી ગઈ હતી. એટલે બધા ને શોધતા વાર લાગી.જેવા પ્રારબ્ધ વિશે સમાચાર મળે તેવો તમને કોલ કરું છુ. તમે ચિંતા ન કરો.મળી જશે પ્રારબ્ધ..!" ચિંતામાં ને ચિંતામાં સવાર ક્યાં પડી ગઈ ખબર જ ન પડી. પ્રકૃતિ વારંવાર તે મિત્ર ને ફોન કરે જતી હતી, પરંતુ પ્રારબ્ધના કોઈ સમાચાર ન મળ્યા. રેસ્ક્યુ ટીમે આખો દિવસ ધોધમાર વરસાદમાં પ્રારબ્ધની શોધખોળ ચાલુ રાખી પણ અફસોસ ક્યાંય પ્રારબ્ધ ન મળ્યો. પ્રકૃતિ રોઈ રોઈ