મનુષ્ય જીવનનો ધ્યેય

  • 2.5k
  • 6
  • 864

જયારે જોઈએ ત્યારે લોકો રોજેરોજની નોકરી-ધંધાની ભાગદોડમાં પડેલા દેખાય છે. શેની ભાગદોડ? પૈસા કમાવાની! પૈસા શેના માટે કમાવા? તો કહે સારું જીવન જીવવા, મેઈન્ટેનન્સ માટે. મેઈન્ટેનન્સ શેને માટે કરવાનું કે શરીર ટકાવવા માટે. તો પછી શરીર ટકાવવાનો હેતુ શો છે? એનો કોઈને ખ્યાલ નથી. મનુષ્ય જીવન મળ્યું છે તો એનો કોઈ ધ્યેય તો હોવો જોઈએ ને! ખાલી કમાવા માટે જ જીવન છે? કમાવા માટે દરેક અવતારમાં આપણે ભણ ભણ જ કર્યું છે, અને પાછા જન્મીએ કે ભણવાનું શરૂ કરીએ છીએ. બાળક મોટું થાય એટલે સ્કૂલમાં ભણવા જાય. ભણીને ડોક્ટર કે એન્જીનિયર થાય, પછી પરણે, અને સંસાર પૂરો કરે. છેવટે દેહ