રેમ સમાધિ - પ્રકરણ-59

(17)
  • 2.3k
  • 2
  • 1.5k

પ્રેમ સમાધિપ્રકરણ -59પાળીયા પાસે આવનાર યુવાન છોકરી એનાં પ્રિયતમ દેવેશને પ્રેમથી સંબોધીને વચન આપી રહી હતી પવિત્ર પાત્રતા, વફાદારીનાં એ આંખમાં આંસુ સાથે સાચા દીલથી દેવેશને કહી રહી હતી આ બધાં સંવાદ પ્રેતયોનીમાં રહેલાં અધૂરા જીવ કાવ્યા અને કલરવ બધું સાંભળી રહ્યાં હતાં. તેઓ એક મૂક સાક્ષી બની રહ્યાં હોય એમ જીજ્ઞાસાથી જોઈ સાંભળી રહ્યાં હતાં. એ યુવાન છોકરી દેવીકા આંસુઓથી પોતાનો ચહેરો પખાળી રહી હતી એ આગળ બોલી “મારી પાત્રતા વફાદારીમાં એક કણ જેટલી પણ માનસિક , વાચિક, શારીરીક કે વર્તનમાં ચૂક થાય તો આ પાણા પાળીયામાં રહેલાં અમર પ્રેમીઓ મને નશ્યત કરે હું મારો જીવ આપી દઈશ... મને