ધૂપ-છાઁવ - 133

(16)
  • 1.6k
  • 3
  • 960

ધીમંત શેઠ અને અપેક્ષાની નજર એક થતાં જ બંનેની આંખમાંથી એકબીજા પ્રત્યેની ખુશી અને પ્રેમ છલકાઈ આવ્યા.અપેક્ષાએ ધીમંતને યુ એસ એ ની ઓફિસના એગ્રીમેન્ટની વાત જણાવી અને તે ત્યાં જઈ આવે તેમ પણ જણાવ્યું...યુ એસ એ જવાની વાત આવતાં જ ધીમંત શેઠનો મૂડ ઓફ થઈ ગયો તે અપેક્ષાને આ હાલતમાં છોડીને પોતે યુ એસ એ જવા માંગતા નહોતા...પરંતુ અપેક્ષાએ એટલી બધી મહેનત કરીને ત્યાં પોતાનો બિઝનેસ જમાવ્યો હતો અને જો ધીમંત શેઠ ત્યાં ન જાય તો બધું વેરવિખેર થઈ જાય અને પોતાની બધી જ મહેનત ઉપર પાણી ફરી વળે એટલે અપેક્ષાએ ફાઈનલી પોતાનું ધાર્યું જ કર્યું તેની ડાહી સમજણભરી વાતોથી