અનહદ પ્રેમ Part 2 મોહિત આકાશમાં ઘેરાયેલા વાદળોને નિહાળતો કઈક યાદ આવી ગયું હોય તેમ મલકાય છે. અને વિચારે છે " કે કાશ મારી મિષ્ટી અહીંયા હોત તો કેવી મજા આવત. આ વરસતા વાદળ, ભીની માટીની મહેક રોમે રોમ રોમાંચક બનાવી દે છે. એમાં પણ હું ને મીષ્ટી ,મારા હાથોમાં મિષ્ટિનો હાથ હોય આહા કેટલું સુકુન છે એ પળમાં!, જેમ વરસાદની બુંદો ધરતી પર પડતાં જ માટીની મહેક પ્રસરી જાય છે એમ હું પણ મિષ્ટીની લાગણીના સ્પર્શથી મહેકી ઉઠું છું. આ વરસાદ પણ ગજબ છે જ્યારે પણ આવે ને ત્યારે મિષ્ટીની યાદ સાથે લઈને જ આવે છે. એટલામાં પાસે આવેલી