" અનન્યા રેડી?"" હમમ.." આદિત્યે અનન્યાના એક બેગને પોતાના ખભે રાખ્યું અને બીજા બેગને હાથમાં લેતો પોતાના રૂમથી હોલ તરફ આવ્યો. મમ્મીનાં આશીર્વાદ લઈને આદિત્ય અનન્યાને પોતાના ઘરે ડ્રોપ કરવા કારમાં નીકળી ગયો. આખા રસ્તે ન અનન્યા કંઈ બોલી કે ન આદિત્યે એક વખત પણ અનન્યા સામું જોયું. થોડીવારમાં ગાડી અનન્યાના ઘરના ગેટ પાસે ઊભી રહી. અનન્યા પોતાની સાથે એક બેગ લેતી ઘરમાં જતી રહી. " મમ્મી...." અનન્યા એ બૂમ પાડીને કહ્યું. " અનન્યા તું!!!" અનન્યાને જોતા જ કડવીબેન બોલી ઉઠ્યા. મમ્મી મમ્મી કરતી અનન્યા સીધી એને જઈને ભેટી પડી. " દરવાજો પપ્પા એ ખોલ્યો અને પપ્પાને જ ભૂલી ગઈ..."