હું અને અમે - પ્રકરણ 36

  • 709
  • 278

રાકેશ સિગારેટ પીતો સોફા પર બેઠો હતો કે અવની કાર્તિકને લઈને અંદર આવી અને પાછળથી તેને હગ કરી કહેવા લાગી, "લૂક બ્રો, વુજ કમિંગ!" તેણે પાછળ ફરીને જોયું તો કાર્તિક ઉભેલો."કાર્તિક! આવને... બેસ." તે બન્ને તેની પાસે આવીને સોફા પર બેઠા એટલે રાકેશ તેને પૂછવા લાગ્યો, "કેમ અચાનક કાર્તિક?""અવનીએ કહયું કોઈ કામ છે એટલે હું અહીં આવી ગયો.""શું થયું અવની?"તે બોલી; "ભાઈ, ભૂલી ગયાને! શ્વેતાએ ફોન કરેલો કે તે ડિઝાઇનરને લઈને આવે છે. એટલે મેં કાર્તિકને બોલાવી લીધો.""અચ્છા હા હા, સારું કર્યું. તમે બેસો હું આવું" કહેતો તે પાછળ શરાબખાનામાં જતો રહ્યો. અવની અને કાર્તિક બેઠા હતા એવામાં શ્વેતા એક