એક પ્રેમ આવો પણ - 4

  • 2.2k
  • 1
  • 1.2k

"કેમ છો કાકા?" કાનજીએ અર્જુનના બંગલા બહાર ચોકીદારીનું કામ કરતા કાકાને પૂછ્યું."બસ મજામાં.” એમણે ગેટ ખોલતાં, જવાબ આપ્યો.મોટા લોખંડના ગેટમાંથી અંદર પ્રવેશ લઈ કાનજી અર્જુનના મુખ્ય દરવાજે પહોંચ્યો.ડોરબેલ વગાડી અને નોકરે આવીને દરવાજો ખોલ્યો. અંદર મોટા આલીશાન દિવાનખંડમાં અર્જુનના મમ્મી સોફા પર બેઠા મેગેઝીન વાંચી રહ્યા છે."કેમ છો આન્ટી? અને અર્જુન ક્યાં?" કાનજી એ પૂછ્યું."ઓહ...કાનજી... આવ, આવ! હું તો મજા માં જ છું...તું બોલ, ક્યાં ખોવાઈ ગયો'તો, ઘણા દિવસે આવ્યો !""હા... હમણાં કોલેજમાં સબમિશન ચાલે છે એટલે એમાં વ્યસ્ત હોઉં છું...અર્જુન એના રૂમમાં છે?”“ઓહ યસ, યસ...એ ત્યાં જ છે. છેલ્લા ચાર મહિનાથી જ્યારથી લાયબ્રેરીનો સદસ્ય બન્યો છે ત્યારથી બસ વાંચવાની