સપ્ત-કોણ...? - 25

  • 1.7k
  • 852

ભાગ -૨૫જતાં જતાંય ઉજમે પાછળ વળીને સુખલી સામે નજર કરી, એની આંખો ફરી મળવાનું વચન આપતી ગઈ અને સાથેસાથે સુખલીની આંખમાં સોનેરી સપનાનું આભાસી બીજ રોપતી ગઈ જે મૃગજળની જેમ એના હાથમાં ક્યારેય આવવાનું નહોતું, પણ એનાથી અજાણ ઉજમ અને સુખલી ફરી મળવાની આશમાં છુટા પડ્યા... @@@@"આ તો કોઈ ઇન્ટરેસ્ટીંગ ફિલ્મી સ્ટોરી જેવી છે રઘુકાકા, પછી...??? આગળ શું થયું?" અંતરની અધીરાઈ અર્પિતાના હોઠે આવી ગઈ. પોતાના કરડા ચહેરા પર બે દિવસની વધેલી આછી દાઢી નીચેથી દેખાઈ રહેલા ઘાવ પર હાથ ફેરવી રઘુકાકાએ ગળું ખોંખાર્યું. @@@@હજી પહેલીવાર મળ્યાને બોતેર કલાક પણ નહોતા વિત્યાં અને ઉજમની નીંદર વેરણ થઈ ગઈ હતી. ખુલ્લી