સવાઈ માતા - ભાગ 58

  • 2.5k
  • 1
  • 1.1k

#નવલકથાસવાઈમાતા સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાલેખન તારીખ : ૨૮-૦૩-૨૦૨૪થોડી જ વારમાં પલાણ સર બે ડિરેક્ટર્સ સાથે હોલમાં પ્રવેશ્યાં. રમીલા અને સૂરજ સર પોતપોતાની બેઠક ઉપરથી ઊભાં થઈ ગયાં. ત્રણ આસિસ્ટન્ટ મેનેજર તેઓને દોરીને મંચ સુધી લાવ્યાં. સૂરજ સરે ત્રણેય સાથે હસ્તધૂનન કરી, અદબથી સહેજ માથું ઝૂકાવી તેઓનું અભિવાદન કર્યું. બંને ડિરેક્ટર્સને પ્રણામની મુદ્રામાં આવકાર્યાં બાદ રમીલા પલાણ સરને પગે લાગી. સરે તેનાં માથે આશિર્વાદ ભરી, હેતાળ હથેળી મૂકી દીધી. તેમનાં ચહેરા ઉપર સંતોષનાં સૂરજની ઉજ્વળતા ઝળકી રહી. તેઓએ મંચ ઉપર રમીલા અને સૂરજ સર સાથે બેઠક લીધી. આજે આખાં કાર્યક્રમની સૂત્રધાર રમીલા હતી. ખંતથી કરેલ ભણતર, પોતાનો હાથ ઝાલી