એક પ્રેમ આવો પણ - 2

  • 1.8k
  • 1
  • 852

મેમ્બર બન્યું પણ આજે ત્રીજો દિવસ થઈ ગયો. પણ એના દર્શન જ દુર્લભ છે, આજે પણ આવશે કે ફેરો માથે પડશે?” લાયબ્રેરી સામેના પાનના ગલ્લે ઊભા રહી સિગરેટના કશ મારતા મારતા અર્જુને કાનજીને પૂછયું.“મને શું ખબર લા... હું કંઈ એનો પી.એ થોડો છું! અને એ કંઈ આપણી જેમ ટાઈમપાસ માટે થોડી આવતી હશે. જોયા નહોતા કેટલા મોટા થોથા લઈ ગઈતી. એ વંચાઈ રહે ત્યારે આવે ને!" કાનજીએ મફતની સિગરેટની મજા મારતા જવાબ આપ્યો."બાય ધ વે, એ માંજરી આંખોવાળીનું નામ 'સિયા' છે હો" કાનજીએ હળવેકથી ધમાકો કર્યો.એ સાંભળી અર્જુનને ઝાટકો લાગ્યો. 'આ ટોપાને નામ કઈ રીતે જડ્યું?' આ પ્રશ્ન અર્જુનની ફાટી