માંન્યાની મઝિલ ચેપ્ટર - 22

  • 1.6k
  • 1
  • 774

પોતાનાં રૂમમાં આમતેમ આંટા મારતાં પિયોની વિચારી રહી હતી કે એક રાતમાં શું નું શું બની ગયું. અંશુમનની વાત આવી રીતે માન્યા સામે આવી જશે તેની પિયોનીએ કલ્પના સુદ્ધાં નહોતી કરી. તેણે વિચાર્યું હતું કે, સાચો સમય જોઈને તે માન્યાને બધી વાત જણાવી દેશે પણ તે પહેલાં જ ભાંડો ફૂટી ગયો. એટલે જ હવે પિયોની વિચારી રહી હતી કે માન્યાએ કહેલી વાત પર અમલ કરવો કે નહીં? તેને પોતાને પણ લાગતું હતું કે અંશુમનને સચ્ચાઈ જણાવી દેવી જોઈતી હતી પણ તેના મનમાં રહેલો છૂપો ડર પિયોનીને અંશુમનને કહેવા માટે પાછળ ધકેલી રહ્યો હતો. પિયોની એટલી કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે