સપનાનાં વાવેતર - 54

(43)
  • 3.8k
  • 4
  • 2.2k

સપનાનાં વાવેતર પ્રકરણ 54શ્રુતિ સોના દાસગુપ્તાને રાત્રે શોરૂમ વધાવીને પોતાની જ ગાડીમાં ઘરે લઈ ગઈ. અનિકેત ત્યારે ઘરે આવી ગયો હતો. "અનિકેત આ સોના ... જેના વિશે મેં તમને ફોન ઉપર વાત કરી હતી. તમે એની આખી વાત સાંભળો. તમારે કાલે એને મદદ કરવાની છે." શ્રુતિ બોલી. " નમસ્તે સર. " સોના અનિકેત વિરાણીને બે હાથ જોડીને બોલી. "સોના તું જરા પણ ચિંતા ન કરીશ. તું શાંતિથી અનિકેતની સામે સોફા ઉપર બેસ અને બધી જ વાત વિગતવાર જરા પણ સંકોચ વગર કહી દે. તું ગમે તે રસ્તે ગઈ હોય એનાથી અમને કોઈ ફરક પડતો નથી. દરેકની પોતાની પર્સનલ લાઈફ હોય