સ્પંદન

  • 728
  • 276

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.....નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,પછી આ માટીની ભીની અસર મળે ન મળે. આદિલ મન્સૂરીની આ ગમતી ગઝલનાં, ગમતાં મનોભાવનાં, ગમતાં સ્પંદનો કેટલાં પોતિકા લાગે!! "હૃદયસ્થ" થયેલ હોય, તેની ભીની અસરનું સ્થાયીપણુ કેટલું?? લગભગ "જીવનપર્યંત". હયાતીના હસ્તાક્ષર પણ એનાં કેટલા વહાલાં લાગે!! એક શહેરની સાથે આત્મિક જોડાણ જો આટલું સૂક્ષ્મ હોઈ શકે તો, માણસનું હૃદય કેટલી ભીનાશને પચાવીને તરબતર જીવતું હશે!! કેટલાંક સંબંધો સ્ટેપ્લર જેવાં હોય છે. પીન અપ કરેલાં .સહેજ ખેંચાણ અનુભવે ફાટી જાય. કેટલાંક ફેવિકોલ જેવાં હોય છે, અથવા