ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૨તે બાજુ ગોપી તેજલને કહે છે, “ હવે તો કાકીને મારો કાગળ મળી ગયો હશે. હવે તે શું કાંડ કરશે જોઈએ?”“જે કરવું હોય, કરવા દે. તે હવે કાંઈ નહીં કરી શકે. ના એવું બને જ નહીં તમે મારા કાકીને નથી જાણતા?”“તું એ વાત રહેવા દે. પછી આપણે જોઈશું. આપણે પહોંચીને મમ્મીને ફોન કરીશું, ત્યારે ખબર પડી જશે.”“હા પણ ધ્યાન રાખજો બાજુમાં મારા કાકી નથી ને. એ એમને પૂછજો પછી જ વાત કરજો.”“હા. એ મને યાદ ન આવ્યું.”“હું પણ પહેલા એવી જ હતી, પણ માસીએ મને હોશિયારી શીખવાડી દીધી.”“ઓહો! ખુબ સરસ. મને ગમ્યું.”“ચાલ હવે મમ્મીએ એટલા મહેનતથી