પ્રેમ સમાધિ - પ્રકરણ-56

(24)
  • 2.5k
  • 2
  • 1.6k

પ્રેમ સમાધિ પ્રકરણ-56 કલરવ અને કાવ્યા બંન્ને પ્રેમની કબૂલાત કરી રહેલાં સાથે સાથે હોઠથી હોઠ મેળવીને કબૂલાતને આનંદથી માણી રહેલાં ત્યાં કલરવનાં નામની બૂમ પડી... એણે કાવ્યાનાં હોઠ પરથી અણગમા સાથે હોઠ લઇ લીધાં.... કાવ્યા પણ થોડી અકળાઇ એ બોલી ઉઠી ‘આટલી રાત્રે કોણ તને બૂમ પાડે છે ? એ પણ આટલી ધીમેથી નજીકથી ?” કલરવે કહ્યું “હું જોઊં છું તું બેસ...” એ રૂમની બહાર નીકળ્યો તો જોયું નીચે દાદર પાસે ઉભા રહેલાં રસોઇયા દિનેશ મહારાજ બૂમ પાડી રહેલાં એમણે હોઠ પર આંગળી મૂકી ઇશારાથી કલરવને પોતાની પાસે બોલાવ્યો. કલરવને અચરજ થયું એ ધીમે પગલે દાદર ઉતરતો મહારાજ પાસે આવ્યો