પ્રેમ સમાધિ - પ્રકરણ-54

(22)
  • 2.6k
  • 4
  • 1.5k

પ્રેમ સમાધિ પ્રકરણ-54 સુમને એ.સી. ચાલુ કર્યું આડો પડ્યો એની આંખોમાં ઘેન હતું.. ત્યાં કલરવે કહ્યું “યાર તારી આંખોમાં તો ઘેન છે હમણાં ઊંધી જવાનો..” સુમને કહ્યું “જમ્યા પછી મને નીંદર જ આવે છે પેટમાં ગયું નથી કે આંખો ઘેરાઇ નથી.” એમ કહી હસ્યો પછી બોલ્યો “મારી આંખમાં ઘેન છે અને તારી આંખમાં જાણે કેટલીયે વાતો કરવાની ઇચ્છા છે તમે લોકો વાતો કરો હું વચ્ચે વચ્ચે હોંકારો પુરાવીશ.” કાવ્યાને હસુ આવી ગયું બોલી ભાઇનો હોંકારો એટલે મોટાં મોટાં નસ્કોરા..”. એમ બોલી ખડખડાટ હસી પડી. સુમન અને કલરવ બંન્ને સાથેજ હસી પડ્યાં. સુમને કહ્યું કાવ્યા તને હસુ આવે છે પણ આપણે